www.Jobcrypko.com

બ્લાઇન્ડ સ્પોટ: શું તમે બ્લાઇન્ડ સ્પોટ વિશે જાણો છો ?

બ્લાઇન્ડ સ્પોટ એ ટુ વ્હીલરથી માંડીને દરેક વાહન ચાલકોને અસર કરતું પરિબળ છે. છેલ્લા ઘણાં વર્ષોથી જોઈએ છીએ કે અચાનક લેન ચેન્જ કરી અને અકસ્માત સર્જાયો. નાના વાહનો મોટા વાહનોની અડફેટે ચડી જાય છે.

Blind Spot – Jobcrypko.com

ટુ વ્હીલર ચાલકો તો સતત લેન ચેન્જ કરતા રહે છે અને એમની આ રીતે ડ્રાઇવિંગ કરવાની પદ્ધતિમાં નાના હોય કે મોટા વાહનોની અડફેટે આવી જતાં હોય છે.

બ્લાઇન્ડ સ્પોટ એટલે શું?

બ્લાઇન્ડ સ્પોટ વાહનની આસપાસના વિસ્તારો છે જે ડ્રાઇવર વાહન ચલાવતી વખતે સામે રોડ પર તો નજર હોય છે અને એ ઉપરાંત રીઅરવ્યુ મિરર્સ અથવા સાઇડ મિરર્સમાંથી પાછળ અને આજુબાજુના વાહનો પર નજર રાખતા રહે છે. પણ આમાં એવો પણ વિસ્તાર છે કે જે નજરથી છુપાયેલો રહે છે.

તેઓ ક્યાં સ્થિત છે?

બ્લાઇન્ડ સ્પોટ સામાન્ય રીતે વાહનના ડાબા અને જમણા પાછળના ક્વાર્ટરમાં, પાછળના બારીના પીલર પાછળની જગ્યામાં હોય છે. ઘણી વખત રિઅર વ્યૂ મિરરમાં વાહન પાછળથી આવતું દેખાય છે અને પછી અચાનક જ સાઈડમાં કે આગળ પ્રગટે છે. તો એ જે વચ્ચે આપણી દ્રષ્ટિમાંથી અદ્રશ્ય રહે છે એ બ્લાઇન્ડ સ્પોટ.

બ્લાઇન્ડ સ્પોટ

તેઓ શા માટે મહત્વપૂર્ણ છે?

આ વિસ્તારો અન્ય વાહનો, મોટરસાયકલ, સાયકલ સવારો અથવા રાહદારીઓને છુપાવી શકે છે, જેના કારણે લેન બદલતા, મર્જ કરતા અથવા બેકઅપ લેતા પહેલા તમારા માથાને મેન્યુઅલી ફેરવીને તેમને તપાસવું મહત્વપૂર્ણ બને છે.

બ્લાઇન્ડ સ્પોટ કેવી રીતે તપાસવા?

તમારા ખભા ઉપર જુઓ: તમારા માથાને ડાબી કે જમણી તરફ ફેરવો અને બ્લાઇન્ડ સ્પોટ તપાસવા માટે તમારા ખભા ઉપર જુઓ.

ટર્ન ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરો:

અન્ય ડ્રાઇવરોને ચેતવણી આપવા માટે લેન બદલવા અથવા મર્જ કરવાના તમારા ઇરાદાને સંકેત આપો. અચાનક લેન બદલવી કે રોંગ સાઇડથી ઓવરટેક કરવું એ ખુદને અને જેને ઓવરટેક કરવું છે એ બન્નેના બ્લાઇન્ડ સ્પોટ કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે.

નજર નાખતા રહેવું પડે: તમારા અરીસાઓનો ઉપયોગ કરતી વખતે એનો એંગલ બરાબર ગોઠવેલો હોય એ ધ્યાનમાં રાખવું. રિઅર વ્યૂ મિરર અને સાઇડ મિરર બન્નેમાં આગળ પાછળ આવતા વાહનોની સ્પીડ અને અંતર ચકાસતા રહેવું જોઈએ.

અન્ય ડ્રાઇવરોના બ્લાઇન્ડ સ્પોટથી સાવધાન રહો: અન્ય ડ્રાઇવરોના બ્લાઇન્ડ સ્પોટ પર નજર રાખો, કારણ કે તે જોખમી હોઈ શકે છે.

ટેકનોલોજીનો ઉપયોગ કરો: કેટલાક વાહનોમાં બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ સિસ્ટમ હોય છે જે ડ્રાઇવરોને તેમના બ્લાઇન્ડ સ્પોટમાં વાહનો વિશે ચેતવણી આપે છે. આ ઉપરાંત બહુ જ ઓછા ખર્ચે કોનવેક્સ મિરર (જે નાના હોય છે અને સાઇડ મિરર પર લગાવી શકાય છે) જેના કારણે 160° વિઝન જોવા મળે છે.

બ્લાઇન્ડ સ્પોટ કેમ જોખમી છે?

બ્લાઇન્ડ સ્પોટ તપાસવામાં નિષ્ફળતા અકસ્માતો તરફ દોરી શકે છે, ખાસ કરીને લેન બદલતી વખતે, સાઇડ રોડથી મેઇન રોડ પર લેન મર્જ કરતી વખતે અથવા અચાનક ઝડપ ઘટાડવાની પરિસ્થિતિમાં ઉપયોગી સાબિત થાય છે.

બ્લાઇન્ડ સ્પોટ ફક્ત ટ્રક ડ્રાઇવરો માટે જ નહીં, પરંતુ બધા વાહન ડ્રાઇવરો માટે પણ જોખમી છે.

વારંવાર લેન ચેન્જ ન કરવી જોઈએ. ટેઇલ ગેટીંગ – બમ્પર ટુ બમ્પર એકબીજા વાહનોની પાછળ સ્પીડમાં ન ચલાવવું. બે વાહનો વચ્ચે 4/5 મીટર અંતર રાખવું જોઈએ. હવે તો હાઇવે પર ફ્લાયઓવર વધતા જાય છે. એ ઉપરાંત ઘાટ અને ચડાઈ વિસ્તારમાં હેવી લોડ વાહનો અને ટેન્કર પાછળ 20/25 મીટર અંતર રાખીને જ ચલાવવું હિતાવહ છે. કોઈ કારણસર વાહન રોલબેક થાય તો આપણે સુરક્ષિત રહી શકીએ. આગળ ચાલતા વાહનોના ઇન્ડીકેટર સિગ્નલોને પણ ધ્યાનમાં રાખીને ચલાવવું જોઈએ.

સુરક્ષિત રહેવું અને અન્યોને રાખવા એ સહુની સહિયારી જવાબદારી છે.

બ્લાઇન્ડ સ્પોટ સ્ટડી મટીરીયલ મિતેષ પાઠક અને ગ્રાફિક્સ અને કોનવેક્સ મિરરનો ફોટો ગુગલના સહયોગથી સાભાર છે.

અગત્યની લીંક –

અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા માટે Click Here
નવીન જોબ ની જાણકારી માટે Click Here

Leave a Comment