www.Jobcrypko.com

ઉડતા ઉંદર’ કહેવાતા આ પક્ષી માનવજાત માટે ખતરો, બેફામ વધી રહી છે વસ્તી..2025

ઉડતા ઉંદર

ઉડતા ઉંદર… Why growing population of pigeons is a problem : ભાગ્યે જ કોઈ માણસ એવો હશે જેને રૂડાં-રૂપાળાં પક્ષીઓ ન ગમતા હોય. આંગણે આવીને ચણતા, મસ્તી કરતાં પંખીઓને જોઈને પ્રકૃતિપ્રેમી માણસ બે ઘડી માટે પોતાની તમામ તકલીફો ભૂલી જતો હોય છે. સાહિત્ય અને સંગીત પણ પંખીડા ખૂબ પોંખાયા છે. પણ જો કોઈ એવું કહે કે રાંક લાગતા આ અબોલ જીવ માનવજાત માટે ખતરો બની શકે એમ છે, તો તમે માનો ખરા? માનવું અઘરું છે, પણ હકીકત છે. તાજેતરના વર્ષોમાં બધાં નહીં તોય એક પક્ષી એવું છે જેના વસ્તી વિસ્ફોટે દુનિયાભરમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. ચાલો જાણીએ કે શું છે મામલો.

આ પક્ષી બની બેઠું છે માનવજાતનું વેરી. : Jobcrypko.com (ઉડતા ઉંદર)

બાજ, સમડી કે ગરુડ જેવા ખૂંખાર શિકારી પક્ષી નહીં, પણ ઘર આંગણે જોવા મળતા કબૂતર માનવજાત માટે ખતરારૂપ બની રહ્યા છે. કબૂતરોની વસ્તીમાં એટલી હદે વધારો થઈ ગયો છે કે જેને લીધે એકથી વધુ તકલીફો સર્જાઈ છે અને તેમને ‘ઉડતા ઉંદરો’ એટલે કે ‘ફ્લાઇંગ રેટ્સ’ જેવું અપમાનજનક ઉપનામ આપવામાં આવ્યું છે.

માનવજીવનમાં કબૂતરનો પગપેસારો. : (ઉડતા ઉંદર)

20મી સદીના મધ્યભાગમાં શહેરીકરણ વિસ્તર્યું. ગામડાંના છૂટાછવાયા ઘરોથી સાવ ઉલ્ટુ શહેરોમાં એકમેકને અડીને મકાનો બન્યા. ઓછા વિસ્તારમાં વધુ લોકો રહેતા થયા એટલે ગંદવાડ અને ગંદકી સર્જાઈ, જેને લીધે ઉંદરોએ માનવજીવનમાં પ્રવેશ કર્યો. કચરાના નિકાલ માટે ગટરો બની ત્યારે ઉંદરોને ફાવતું મળી ગયું, કેમ કે જમીન કોરીને દર બનાવવાની મહેનત કરવાની ટળી ગઈ, ગટર જ એમનું રહેઠાણ બની ગયું. સમય જતાં ઉંદરોનો સંસર્ગ માનવજાત માટે પ્લેગ જેવા કંઈકેટલાય રોગ નોંતરી લાવ્યો.

કબૂતરોનું પણ કંઈક ઉંદરો જેવું જ થયું. ચકલીની જેમ સંવેદનશીલ ન હોવાથી કબૂતરો માણસો સાથે ભળી ગયા. શહેરોમાં લોકોને કબૂતરોને ચણ નાંખવાની ટેવ પડી, જેને લીધે એમની વસ્તી ફૂલીફાલી અને આજે એવી સ્થિતિ સર્જાઈ છે કે કબૂતરોને ચણ નાંખવા પર પ્રતિબંધ મૂકવા પડે.

કબૂતરો માનવજાતને આ રીતે નુકસાન પહોંચાડે છે.

1) આરોગ્ય માટે ગંભીર જોખમો સર્જે છે.(ઉડતા ઉંદર)

કબૂતરો રોગના એકથી વધુ પ્રકારના સંક્રમણમાં ભાગ ભજવે છે, જેમ કે,

  • કબૂતરની હગારમાં હિસ્ટોપ્લાઝ્મા નામની ફૂગ હોય છે જે હવામાં ભળીને માણસના શ્વાસ થકી શરીરમાં દાખલ થતી હોય છે. એને લીધે ‘હિસ્ટોપ્લાઝ્મોસીસ’ નામનો ફેફસાંનો રોગ થાય છે.
  • બિલકુલ એ જ રીતે કબૂતરની હગારમાં ક્રિપ્ટોકોકસ નામની ફૂગ પણ હોય છે, એનાથી પણ ફેફસાંમાં ‘ક્રિપ્ટોકોકોસીસ’ કહેવાતો ચેપ લાગે છે.
  • ઉપરોક્ત બંને સ્થિતિમાં ફેફસાંનો ચેપ વકરીને ‘હાઈપર-સેન્સિટીવિટી ન્યૂમોનિટિસ’ નામની સ્થિતિ સર્જી શકે છે, જેમાં ફેફસાં ખૂબ ખરાબ રીતે નુકશાન પામી શકે છે.
  • એ ઉપરાંત કબૂતરની હગાર ‘ક્લેમીડીયા સિટાસી’ નામના બેક્ટેરિયા પણ ધરાવતી હોય છે, જેને લીધે તાવ, ખાંસી, માથાનો દુખાવો જેવી તકલીફો થઈ શકે છે. હગાર ઉપરાંત કબૂતરના પીછાં પણ ઉપરોક્ત રોગ ફેલાવે છે.

2) સંપત્તિને નુકસાન કરે છે

કબૂતરની હગારમાં એસિડ હોય છે, જેને લીધે મકાનો અને સ્મારકોની સુંદરતા કલંકિત થાય છે, વાહનોના પતરાંને પણ કાટ લાગે છે. કબૂતરો મોટેભાગે સમૂહમાં રહેતા હોય છે, તેથી જે-તે સ્થળે તેમની હગારની માત્રા પણ બહુ વધારે થઈ જતી હોય છે, જે લાંબા ગાળે મકાનો, સ્મારકો અને વાહનોનો જાળવણી ખર્ચ વધારી દેતી હોય છે. જરા વિચાર કરો કે, મહાનગરમાં ફક્ત પક્ષીની હગારને કારણે વર્ષેદહાડે કેટલો ખર્ચ વધી જતો હશે!

3) ખેતપેદાશને નુકસાન કરે છે

ગ્રામીણ વિસ્તારોમાં કબૂતરોના ટોળેટોળા ખેતરોમાં ખાબકીને તૈયાર પાક સફાચટ કરી જતા હોય છે. આમ રાંક લાગતા આ જીવનો સમૂહ ખેતી માટે પણ જોખમ ઊભું કરે છે.

4) ઉપદ્રવ કરે છે

કબૂતરો મોટાભાગે મોટા ટોળામાં વિચરણ કરતા હોય છે. તેમનું ‘ઘૂ-ઘૂ-ઘૂ’ ઘણાને ત્રાસદાયક લાગે છે. જાહેર સ્થળોએ એમની હાજરીને લીધે અગવડ પણ સર્જાતી હોય છે. જ્યાંને ત્યાં માળો બાંધવાની એમની આદતને લીધે ગંદકી પણ થતી હોય છે અને વારંવાર સફાઈ કરવાની જફા પણ પેદા થતી હોય છે.

‘ઉડતા ઉંદર’ કહેવાતા આ પક્ષી માનવજાત માટે ખતરો, બેફામ વધી રહી છે વસ્તી 2 – image

કબૂતરોને ખવડાવવા પર મુકાયા પ્રતિબંધ

કબૂતરો માણસોથી ડરતા નથી, તેથી પ્રવાસન સ્થળોએ એમની હાજરી હોય જ છે. લોકો તેમને મુક્તમને ચણ નાંખતા હોય છે, જેને લીધે કબૂતરોએ ખોરાકની શોધમાં ભટકવું પડતું નથી. એક સ્થળે ‘અટ્ઠે દ્વારકા’ કરીને જામી ગયેલા કબૂતરો બેફામ વસ્તીવધારો કરતા રહે છે અને વધુ ને વધુ માત્રામાં ઉપદ્રવી બનતા જાય છે. જેને પરિણામે હવે એવું થયું છે કે વિશ્વના ઘણા સ્થળોએ કબૂતરોને કંઈ પણ ખવડાવવા પર પ્રતિબંધ મુકાયા છે.

આ સ્થળોએ પ્રતિબંધ મુકાયા છે. : Jobcrypko.com

કબૂતરોની વસ્તી નિયંત્રિત કરવા માટેનો સરળ ઉપાય છે તેમને મળતા મફતિયા ખોરાક પર પ્રતિબંધ મૂકવો. ઈટાલીના જગપ્રસિદ્ધ નહેર-નગર વેનિસના ઐતિહાસિક સ્મારકોને કબૂતરની હગારથી બચાવવા માટે કબૂતરોને ખવડાવવા પર સખત પ્રતિબંધ છે. સિંગાપોરમાં પણ સ્વચ્છતા જાળવવા માટે કબૂતરોને ખવડાવવું ગેરકાયદેસર ગણાય છે, અને ઉલ્લંઘન કરનારાને દંડ ફટકારવામાં આવે છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચ અને ઈંગ્લેન્ડના લંડન જેવા મહાનગરોની સાર્વજનિક જગ્યાઓ પર પણ આવા પ્રતિબંધ છે. ભારતમાં મુંબઈ અને પૂનામાં આવો પ્રતિબંધ મુકાયો છે.

કબૂતરોનો ત્રાસ છે ભારતના મહાનગરોમાં :jobcrypko.com

એકલા મુંબઈની વાત કરીએ તો ત્યાં છેલ્લા ૨૩ વર્ષોમાં કબૂતરોની વસ્તીમાં ૧૫૦ ટકાનો અધધધ વસ્તીવધારો થયો છે. કબૂતરોને લીધે મુંબઈમાં ‘હાઈપર-સેન્સિટીવિટી ન્યૂમોનિટિસ’ના કેસમાં પાંચ ગણો વધારો થયો છે. કબૂતરો દ્વારા ફેલાતી બિમારીઓ વિશેની જાગૃતિને અભાવે લોકો બેધડક ચણ નાંખતા રહે છે, જેને લીધે એમની વસ્તી સતત વધતી જાય છે. પૂનામાં પણ કંઈક એવી જ સ્થિતિ છે. તેથી આ બંને શહેરોમાં કબૂતરોને ચણ નાંખવા પર પ્રતિબંધ ફરમાવાયો છે; નિયમનો ભંગ કરનારને દંડ કરવામાં આવશે.

આ રીતે ‘ઉડતા ઉંદરો’ ઉપનામ અપાયું : job Rusko.com

કબૂતરો અને ઉંદરો વચ્ચે ઘણી સમાનતા છે. બંને ઝડપથી વસ્તીવધારો કરે છે, જે-તે વાતાવરણમાં અનુકૂલન સાધીને ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે, કોલાહલભર્યા, પ્રદૂષણયુક્ત શહેરી વાતાવરણમાં પણ ટકી રહે છે, અને કચરો ખાઈને પણ જીવી જાય છે. ઉંદરોની જેમ જ કબૂતરો પણ રોગ અને ઉપદ્રવ ફેલાવતા હોવાથી કબૂતરોને ‘ઉડતા ઉંદરો’ ઉપનામ અપાયું છે.

સૌથી પહેલાં કોણે કબૂતરોને ઉંદર ગણાવ્યા? : jobcrypko.com

1960 ના દાયકાની શરૂઆતમાં ન્યુ યોર્કના કમિશનર થોમસ હોવિંગે કબૂતરોના ઉપદ્રવને લીધે એમને માટે ‘પાંખોવાળા ઉંદર’ (રેટ્સ વિથ વિંગ્સ) એવા શબ્દો વાપર્યા હતા. એ પછી 1966માં ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારના એક લેખમાં જંગલી કબૂતરોનું વર્ણન કરવા માટે ‘ઉડતા ઉંદરો’ શબ્દો લખાયા હતા. જગપ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક વુડી એલને તેમની 1980ની ફિલ્મ ‘સ્ટારડસ્ટ મેમરીઝ’માં ‘ઉડતા ઉંદરો’ શબ્દોનો ઉપયોગ કર્યો, એ પછી આ શબ્દો વધુ જાણીતા થયા હતા.

સ્થળો અને માનવ ચહેરાઓને ઓળખવાની કાબેલિયત ધરાવતા કબૂતરોએ સંદેશવાહક તરીકે સદીઓ સુધી માનવજાતની સેવા કરી છે. વિશ્વયુદ્ધ જેવી ત્રાસદી દરમિયાન કબૂતરોએ ચાવીરૂપ ભૂમિકા પણ ભજવી છે. ક્યારેય માનવજાતનો મિત્ર ગણાતો એ જ જીવ હવે માણસને ઉપદ્રવ લાગી રહ્યો છે, એને કુદરતની બલિહારી કહેશું કે માનવજાતનો સ્વાર્થ?

આ પોસ્ટ માં આપેલ તમામ માહિતી અને ફોટો ગુજરાત સમાચાર માંથી લેવા માં આવેલ છે.

આવી નવી નવી માહિતી ન જાણકારી માટે ફોલો કરો.

https://jobcrypko.com/category/latest-blog/

2 thoughts on “ઉડતા ઉંદર’ કહેવાતા આ પક્ષી માનવજાત માટે ખતરો, બેફામ વધી રહી છે વસ્તી..2025”

Leave a Comment